(IEEE TryEnginnering link of this lesson may be found here)

સપ્ટેમ્બર મહિનો એક પુસ્તક વાંચો!

સમાચાર

તમે કોને વધુ પસંદ કરો છો: વાંચન, વિજ્ઞાન અથવા ગણિત? તમારે પસંદ કરવાની જરૂર નથી! સપ્ટેમ્બર મહિનો એક પુસ્તક વાંચો. નવલકથાઓ વાંચવી એ ખોવાઈ જવાનો એક સરસ રસ્તો છે, પણ વિજ્ઞાન, તકનીક, ઇજનેરી અને ગણિત (STEM) વિશેનાં પુસ્તકો સાથે આગળ વધવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ છે. STEM પ્રયોગોથી ભરેલા પુસ્તકોમાંથી, ગણિત અને ઓનલાઇન શિક્ષણમાં સહાય પૂરી પાડે તેવી એમેઝોનના શ્રેષ્ઠ-વેચાણ ધરાવતા પુસ્તકો શાળાવર્ષ દરમિયાન મદદ કરશે .

eNinja: વિદ્યાર્થીની સફળતા માટે વર્ચ્યુઅલ શિક્ષણ પ્રયાસ વિશેની બળકોમતેની ચોપડીજેમ કે COVID19 રોગચાળો ઘણા વિદ્યાર્થીઓને આ સમય દરમ્યાન વર્ગમાંથી બહાર રાખે છે, ઘણા વર્ચ્યુઅલ શિક્ષણની દરમિયાન ચિંતા અનુભવી રહ્યા છે. આ પુસ્તક બાળકોને ઘરેથી શિક્ષણનો સામનો કરવામાં મદદ કરવા માટેના શ્રેષ્ઠ પ્રયાસો ધરાવે છે.

એવરીથિંગ કિડ્સ સાઇન્સ એક્સપેરિમેંટ બૂક: બોઇલ આઇસ, ફ્લોટ વોટર, મેઝર ગ્રેવીટી-ચેલેન્જ ધ વર્લ્ડ અરાઉંડ યૂ! : આ પુસ્તકમાં બાળકો ઘરે કરી શકે તેવા વૈજ્ઞાનિક પ્રયોગોનો ખજાનો છે. ઉચ્ચતર માધ્યમિક શાળાના વૈજ્ઞાનિક શિક્ષક, લેખક ટોમ રોબિન્સન, તમને જીવવિજ્ઞાન, એન્જિનિયરિંગ, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના તમામ પ્રયોગો તરફ દોરી જશે.

નાના લોકો માટે મોટુ વિજ્ઞાન: લિન બ્રુનેલે દ્વારા લખાયેલું આ પુસ્તક, 4 થી 8 વર્ષની વયના બાળકો માટે વિજ્ઞાન પ્રતિ જિજ્ઞાસા ઊભી કરે છે, તેમાં 52 પ્રયોગો છે જે બાળકો, મમ્મી-પપ્પા સાથે કરી શકે છે.

બીજગણિત માટે કાર્ટૂન માર્ગદર્શિકા: તમને ગણિત અઘરું લાગે છે? હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રશિક્ષક લેરી ગોનિક, દ્વારા લખાયેલ આ સચિત્ર પુસ્તક બાળકોને એક કાર્ટૂન દ્વારા ગણિતની મૂળભૂત બાબતોને સમજવામાં મદદ કરે છે જે તેઓને યુ.એસ. સ્કૂલ સિસ્ટમમાં શીખવવામાં આવે છે.

હું શું બની શકું?STEM કારકિર્દીનું A to Z: શું તમે જાણો છો, જ્યારે તમે મોટા થશો ત્યારે તમે શું બનવા માંગો છો? ટિફની ટીચે દ્વારા લખાયેલ આ સચિત્ર પુસ્તકમાં, 5 થી 8 વર્ષના બાળકો માટે પસંદ કરવા માટે STEM કારકિર્દીની સૂચિ મૂળાક્ષરો અનુસાર છે.

શું તમને વધુ પુસ્તક સૂચન જોઈએ છે? ટ્રાયઇંગિનેરીંગ બ્લોગ્સ પર જે STEM પુસ્તકો રજૂ કરે છે તેને તપાસો.