(IEEE TryEngineering link of this lesson may be found here)
બ્લેક હોલ્સની ઉજવણીનો સમય છે!
આ શેર કરો:
કલ્પના કરો કે સુપરનોવા વિસ્ફોટમાં કોઈ તારાનું મોત થઇ રહ્યુ હોય છે ત્યારે તેનુ બધુ દ્રવ્ય એક નાના બીન્દુમાં સન્કોચાઇ જાય છે. તે આજુબાજુના તમામ પ્રકાશને પણ પોતાની અંદર ખેચી લે છે, જેથી તમે તેને જોઈ શકતા નથી. આને જ ખગોળશાસ્ત્રીઓ “બ્લેક હોલ” કહે છે.
ફક્ત ખૂબ વજનદાર મોટા તારાઓ જ બ્લેક હોલ બની શકે છે. આપણા સૂર્યની જેવા નાના તારાઓ, , જ્યારે મરે છે, ત્યારે ફક્ત ડેન્સ “ન્યુટ્રોન” તારાઓ બને છે.
બ્લેક હોલ અંદર થી ખાલી નથી હોતા. વસ્તુતઃ, બ્લેક હોલ એ પ્રચંડ દ્રવ્યથી ભરેલી એક નાનકડી જગ્યા છે. જે શક્તિશાળી ગુરુત્વાકર્ષણ બળ બનાવે છે જેમાંથી કાઈ પણ છટકી શકે નહિ..
તમને પ્રશ્ન થઇ શકે છે કે જો આપણે બ્લેક હોલ જોઈ શકતા નથી તો આપણે કેવી રીતે જાણી શકીએ કે તે અસ્તિત્વ ધરાવે છે? વૈજ્ઞાનિકો જાણે છે કે બ્લેક હોલ તેમના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને કારણે તેમની આસપાસની દરેક વસ્તુને અસર કરે છે. તેથી આપણે જાણી શકીએ છીએ કે તેઓ ત્યાં છે, પછી ભલે આપણે તેને જોઈ ન શકીએ.
પ્રથમ શંકાસ્પદ બ્લેક હોલની શોધ 1971 માં થઈ હતી, જ્યારે ખગોળશાસ્ત્રીઓએ જોયું કે કોઈ અદ્રશ્ય પદાર્થની આસપાસ ફરતા વાદળી તારાની દિશામાંથી એક્સ-રે આવી રહ્યા છે. ખગોળશાસ્ત્રીઓએ વિચાર્યું કે સંભવિત બ્લેક હોલ પોતાના શક્તિશાળી ગુરુત્વાકર્ષણ ના પ્રભાવ નીચે તારાના ટુકડા કરી બ્લેક હોલ ની અંદર ખેચે ત્યારે એક્સ-રે ઉદ્ભવ્યા હશે..
બ્લેક હોલ નાના થી ખુબ મોટા હોઈ શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે નાનામાં નાનો બ્લેક હોલ પરમાણુ જેટલો નાનો અને પર્વત જેટલા દ્રવ્ય વાળો હોઈ શકે છે. અન્ય, “સ્ટેલ્લર માસ” તરીકે જાણીતા બ્લેક હોલ આપણા સૂર્યથી 10-24 ઘણા માપના છે. સુપર મેસિવ બ્લેક હોલ સૂર્ય કરતા દસ લાખથી અબજ ઘણા મોટા હોય છે. ખગોળશાસ્ત્રીઓ માને છે કે દરેક મોટી આકાશગંગા માં એક બ્લેક હોલ છે.
બ્લેક હોલ ફ્રાઈડે એટલે શું?
અમેરિકા માં નાસા દ્વારા વળતર–સાથે–ખરીદી–ના–ઉત્સવ બ્લેક ફ્રાઈડે ને બ્લેક હોલ ફ્રાઈડે તરીકે નામકરણ કરવાની મુહિમ ચલાવવામાં આવી છે. તે દર વર્ષે નવેમ્બરના અંતિમ શુક્રવારે આવે છે.
બ્લેક હોલ વિશે વધુ જાણવા માટે નાસાના આ વિડિઓ જોવો.
IEEE Tryengineering Tuesday સાથે અવકાશ એને બ્રહ્માંડ વિશે વધુ જાણો ! આજે શોધો, પ્રેરણા આપો અને શેર કરો!