(IEEE TryEnginnering link of this lesson may be found here)
પર્યાવરણીય એન્જિનિયરિંગ ટેકનોલોજી સ્નાતકો શું કરે છે? શું તમે માનવ પ્રવૃત્તિ અને પર્યાવરણ વચ્ચેના ગતિશીલ સંબંધમાં રસ ધરાવો છો?
શું તમે જાહેર આરોગ્ય સુધારવા, જૈવવિવિધતામાં વધારો કરવા અને આપણા પ્રાકૃતિક સંસાધનોને પુનર્સ્થાપિત કરવા માટે ઉત્સાહી છો?
શું તમે કોઈ લાભદાયી ક્ષેત્રમાં કામ કરવા માંગો છો જ્યાં તમે કચરાનિકાલ, પુનઃચકારણ અને આબોહવા પરિવર્તન જેવી ગંભીર પર્યાવરણીય ચિંતાઓનું આકલન, સંચાલન અને અટકાવવા માટે તમારા જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરી શકો ?
પર્યાવરણીય ઇજનેરી ટેકનોલોજીના સ્નાતક તરીકે, તમે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં ઇજનેરી સિદ્ધાંતો અને તકનીકી કુશળતાને લાગુ કરી શકો છો, આપણા ગ્રહને જાળવી રાખવા માટે આકર્ષક પ્રવૃત્તિઓ કરી શકો છો અને આખરે નવી પેઢીને મદદ કરી શકો છો.
પર્યાવરણીય ઇજનેરી ટેકનોલોજી સ્નાતકો
- પર્યાવરણીય જોખમોના નિવારણ, નિયંત્રણ અથવા સુધારણામાં ઉપયોગી પદ્ધતિઓ અને ઉપકરણો વિકસાવવા માટે પર્યાવરણીય ઇજનેરો અને વૈજ્ઞાનિકો સાથે નિકટતાથી કાર્ય કરો.
- પ્રદૂષણ નિયંત્રણની આવશ્યકતાઓ પૂરી થાય છે તેની ખાતરી કરવા માટે હવા પ્રદૂષણ, રિસાયક્લિંગ અને ગંદાપાણીની ઈલાજ પ્રણાલીને અસર કરતા ઉપકરણોનું નિરીક્ષણ અને જાળવણી.
- પર્યાવરણીય પ્રદૂષણના સ્રોતોને રોકવા અથવા ઘટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સંરચના, ઉપકરણો અને પદ્ધતિઓ તૈયાર કરો, પરીક્ષણ કરો, સંચાલિત કરો અને તેમાં ફેરફાર કરો.
- હવા અને ભૂગર્ભ જળ જેવા નમૂનાઓ એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે પ્રદૂષણ સર્વેક્ષણ કરો.
- સીસુ, એસ્બેસ્ટોસ અને અન્ય જોખમી પદાર્થોના નિકાલની ગોઠવણ કરો.
પર્યાવરણીય ઇજનેરી ટેકનોલોજીમાં મુખ્ય વૈજ્ઞાનિક પ્રગતિ
- ગટરો: ગટર વ્યવસ્થાઓ મોટા પ્રમાણમાં કચરોનું દૂર પરિવહન કરે છે, જીવલેણ રોગના પ્રકોપને અટકાવે છે.
- બાયોસ્વેલ્સ: ગરમ થયેલું પાણી વન્યજીવનને નુક્સાન પહોંચાડે છે. જેથી આ પાણી કુદરતી જાણસત્રોટમાં પહોંચે તે પેહલા બાયોવોલ્સ પાણીને ઠંડુ પડે છે જે ફરસબંધીમાંથી પસાર થતા સમયે ગરમ થયું હોય છે.
- હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક વાહનો: હાઇબ્રિડ કાર કમ્બસ્તન એંજિન અને વિધ્યુતચલક મોટોરના ઉપયોગ વડે પ્રમાણભૂત કાર કરતાં વધુ સારી ગેસ માઇલેજ મએણવે છે, જેનાથી બળતણ કાર્યક્ષમતામાં મોટો ફાયદો થાય છે.
- ઇકોસન (ઇકોલોજીકલ સેનિટેશન) સિસ્ટમ્સ: આ સિસ્ટમોમાં પર્યાવરણને અનુકૂળ શૌચાલયોની વિવિધ રચનાઓ સામેલ છે જેમાં સામાન્ય રીતે ઓછા પાણીની જરૂર પડે છે, જ્યારે ગંધ અને રોગને રોકવા માટે કચરા ને અલગ પાડવામાં આવે છે.
- એગ્રોફોરેસ્ટ્રી: વધુ કાર્યક્ષમ અને પર્યાવરણીય રીતે ટકાઉ જમીન ઉપયોગ માટે પાક અને / અથવા પશુધન સાથે ઝાડ અને છોડનું વારાફરતી સંચાલન, ઉત્પાદનની વિવિધતામાં, કૃષિ ઉત્પાદનમાં અને માટી અને પાણીની ગુણવત્તામાં વધારો કરે છે.
રોજગાર ક્ષેત્ર
- પર્યાવરણીય અથવા સલામતી વ્યવસ્થાપન
- ગંદાપાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા
- વોટરશેડ સંરક્ષણ
- પર્યાવરણીય આરોગ્ય અને સલામતી
- હવા અને જળ પ્રદૂષણ નિયંત્રણ અને મૂલ્યાંકન
- પર્યાવરણીય નિયમનકારી પાલન
- રાસાયણિક ઉત્પાદન
- પરીક્ષણ પ્રયોગશાળાઓ
- સરકારી એજન્સીઓ
- બાંધકામ
- પરિવહન
- મનોરંજન
- પર્યાવરણીય સલાહકાર
- સ્થિરતા પ્રબંધક
- પાર્ક પ્રકૃતિવાદી
- જોખમી કચરો પ્રૌધ્યોગિકવિદ
પૂર્વ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સૂચનો
ધ્યાનમાં લેવાના કોર્સવર્ક:
- પૂર્વ-બીજગણિત
- ભૂમિતિ
- અદ્યતન બીજગણિત
- મૂળભૂત એન્જિનિયરિંગ
- રસાયણશાસ્ત્ર
- કલનશાસ્ત્ર
- ત્રિકોણમિતિ
- ભૂગોળવિજ્ઞાન
- જીવવિજ્ઞાન
- જળવિજ્ઞાન
- ભૌતિકશાસ્ત્ર
- યોજના સંચાલન
- પર્યાવરણીય કાયદો
- સર્વેક્ષણ
- આંકડાશાસ્ત્ર
- રોબોટિક્સ
- પ્રોગ્રામિંગ
સૂચવેલ વધારાની પ્રવૃત્તિઓ:
- સ્પર્ધાઓ
- ઉનાળાના કાર્યક્રમો
- શાલાબદના કાર્યક્રમો
- ક્લબ
- પ્રશિક્ષણ
- ઓનલાઇન કોયડાઓ અને રમતો
- ઑનલાઇન અભ્યાસક્રમો
- ઉત્પાદક નિષ્ફળતા
- પ્રોજેક્ટ્સ ડિઝાઇન કરો
દ્વારા આપવામાં આવેલા સ્થાનિક કાર્યક્રમો:
- વિજ્ઞાન કેન્દ્રો અને સંગ્રહાલયો
- આઇઇઇઇ જેવા વ્યવસાયિક સમાજો
- યુનિવર્સિટીઓ
મહત્વપૂર્ણ કુશળતા:
- નિરીક્ષણકારી કુશળતા: સુવિધાઓનું નિરીક્ષણ કરો અને મહત્વપૂર્ણ કોડ્સ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સાઇટ પરની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરો.
- સંદેશાવ્યવહાર કુશળતા: સારી રીતે સાંભળો અને જૂથ અથવા ટીમ લીડરને પાછા જાણ કરો, જ્યારે જરૂરી હોય.
- આંતરવ્યક્તિત્વ કુશળતા: શક્ય તેટલી સરળ યોજનાઓ વિકસાવવા અને ચલાવવા માટે અન્ય તકનીકી, ઇજનેરો અને વૈજ્ઞાનિકો સાથેની ટીમોમાં કાર્ય.
- જટિલ વિચારસરણી કુશળતા: સમસ્યાઓ ઓળખવા અને સમયસર રીતે ઉકેલોને અમલમાં મૂકવા માટે બારીક અને તાર્કિક રીતે વિચાર કરવામાં સમર્થ.
- વાંચન કુશળતા: નિયમનકારી આવશ્યકતાઓ પૂરી થાય છે તેની ખાતરી કરવા કાનૂની અને તકનીકી દસ્તાવેજો વાંચો અને સમજો.
- સંશોધન કુશળતા: સર્વેક્ષણો એકત્રિત કરો, નમૂનાઓનું મૂલ્યાંકન કરો અને સિસ્ટમોના વિકાસ અને અમલીકરણ માટે માહિતીનું માપન કરો.
- વિગતવાર લક્ષી: સંપૂર્ણતા અને ચોકસાઈ તપાસવા માટે તકનીકી દસ્તાવેજોની સમીક્ષા કરો.
અનુસંધાનો અને યુક્તિ
- અમેરિકન એકેડેમી ઓફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર્સ: પસંદ કરેલા ઇજનેરોનું એક જૂથ જે પર્યાવરણીય ઇજનેરી પ્રોગ્રામ્સ માટે આધિકારિક ધોરણો વિકસાવવામાં મદદ કરે છે અને પર્યાવરણીય સમસ્યાઓના સમાધાન શોધવા માટે અભ્યાસ જૂથો બનાવે છે.
- એર અને વેસ્ટ મેનેજમેન્ટ એસો: પર્યાવરણીય વ્યાવસાયિકોનું એક સંગઠન જે જાહેર શિક્ષણ અને પહોંચ દ્વારા વૈશ્વિક પર્યાવરણીય જવાબદારીને પ્રોત્સાહન આપે છે.
- જળ પર્યાવરણ સંઘ: એક બિનનફાકારક સંસ્થા કે જે ગંદા પાણી અને પાણીના વાતાવરણ, સંબંધિત કારકિર્દી, વ્યાવસાયિક પ્રમાણપત્ર, અને આગામી વર્કશોપ અને પરિષદો જેવા વિષયો સંબંધિત સમાચાર અને માહિતી પ્રદાન કરીને વૈશ્વિક જળ પર્યાવરણને જાળવવા અને સુધારવાનું કામ કરે છે.
- અમેરિકાની સોઇલ સાયન્સ સોસાયટી: આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક જૂથ, પર્યાવરણની જાળવણી અને સુધારણા દરમિયાન,આહારક્ષમ,પોષણક્ષમ અને રેષાયુક્ત પાકોના ઉત્પાદન માટે કુદરતી સંસાધનોના સંરક્ષણ અને ઉપયોગ માટે સમર્પિત.
- પર્યાવરણીય પ્રોફેશનલ્સના રાષ્ટ્રીય સંગઠન: પર્યાવરણીય વ્યવસાયોમાં નીતિશાસ્ત્રના ઉચ્ચતમ ધોરણો અને કુશળતા વિકસાવવા માટે સમર્પિત એક આંતરશાખાકીય સંસ્થા.
- અમેરિકન વોટર વર્કસ એસોસિએશન: જાહેર આરોગ્યને સુધારવા, પર્યાવરણને સુરક્ષિત કરવા, અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને જીવનની ગુણવત્તા વધારવા માટેના ઉકેલો પૂરા પાડતા પાણીનું સંચાલન અને ઉપચાર કરવા માટે સમર્પિત સૌથી મોટું નફાકારક, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંગઠન.
- એસોસિએશન ઓફ ટેકનોલોજી, મેનેજમેન્ટ અને એપ્લાઇડ એન્જિનિયરિંગ: તકનીકી, સંચાલન,પ્રયુક્ત ઇજનેરી વિચારો, સંશોધન અને ભાવિને સકારાત્મક અસર કરે તેવા કાર્યક્રમોનો વિનિયોગ કરતા ૧૦૦૦ થી વધુ નવીન વિચારોવાળા સભ્યોનું એક વ્યાવસાયિક સંગઠન.
- અમેરિકન સોસાયટી ઓફ સર્ટિફાઇડ એન્જિનિયરિંગ ટેકનિશિયન: એકમાત્ર રાષ્ટ્રીય, વ્યાવસાયિક સમાજ ખાસ કરીને તમામ એન્જિનિયરિંગ શાખાઓમાં એન્જિનિયરિંગ ટેક્નિશિયન અને ટેકનોલોજીસ્ટ્સ માટે બનાવ્યું અને તેનું સંચાલન કર્યું.
- ઇજનેરી શિક્ષણ માટે અમેરિકન સોસાયટી: એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ ટેકનોલોજીના શિક્ષણને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓ અને સંસ્થાઓની એક બિનનફાકારક સંસ્થા.